ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ

ભારત નો પરમાણુ ઊર્જા કાર્યક્રમ સ્વતંત્રતા સમયની આસપાસ  હોમી જે. ભાભાના
 નેતૃત્વ હેઠળ શરૂ કરાયો  હતો. પ્રારંભિક ઈતિહાસીક સિદ્ધિ તરીકે ભારતમાં પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર (અપ્સરા નામ અપાયું હતું) નું આલેખન અને રચના હતી. જે 4 august 1956 ના દિવસે કાર્યાન્વિત થયું હતું. તેમાં સમૃદ્ધ બળતણ તરીકે અને પાણી મોડરેટર તરીકે વપરાયા હતા. આની પાછળ પાછળ બીજો નોંધપાત્ર સીમાસ્તંભ એ 1960માં CIRUS(Canada indian research U.S.) રિએક્ટરની રચના નો હતો.આ 40MW ના રીએક્ટર માં નૈસર્ગિક યુરેનિયમ બળતણ તરીકે અને પાણી મોડરેટર તરીકે વપરાયા હતા.અપ્સરા અને સાયરસ દ્વારા મૂળભૂત અને પ્રાયોજિત ન્યુક્લિયર વિજ્ઞાનના સંશોધનના વિશાળ વિસ્તારોને પ્રોત્સાહન મળ્યું. પ્રથમ બે દશક ના કાર્યક્રમ નો મહત્વનો સીમાસ્તંભ એ ટ્રોમ્બે ખાતેના પ્લુટોનિયમ પ્લાન્ટના સ્વદેશી આલેખન અને રચનાનો હતો. તેથી ભારતમાં બળતણની પુનઃ પ્રક્રિયાની ટેકનોલોજીની શરૂઆત થઈ. ત્યારબાદ સરું કરાયેલા સંશોધન રીએક્ટરોમાં ZERLINA,PURNIMA(I,II અને III)DHRUVA અને KAMANI નો સમાવેશ થાય છે. KAMANI એ દેશનું સૌપ્રથમ મોટું રિએક્ટર છે જે U-233 ને બળતણ તરીકે વાપરે છે. નામ જ સૂચવે છે કે સંશોધન રિએક્ટર નો મૂળ ઉદ્દેશ પાવર ઉત્પન્ન કરવાનો નથી પણ ન્યુક્લિયર વિજ્ઞાન અને ટક્નોલોજીના વિવિધ શ્રેત્રોમાં સંશોધન માટેની સગવડ પૂરી પાડવાનો છે. સંશોધન રિએક્ટર વિવિધ રેડિયોએક્ટિવ સમસ્થનિકો ના ઉત્પાદન માટેનો એક સરસ સ્ત્રોત છે. આ શમસ્થાનિકો ઉદ્યોગ , દવાઓ અને કૃષિ જેવા શ્રેત્રો માં ઉપયોગી છે.

ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશો દેશ ના સામાજિક અને આર્થિક વિકાસ માટે સલામત અને વિસ્વનીય વિધુત પાવર પૂરો પાડવાનો અને ન્યુક્લિયર ટેકોલોજીના દરેક પાસામાં સ્વનિર્ભર બનવાનો છે. પચાસ ના દાયકાની શરૂઆત થી ભારતમાં સરું થયેલી પરમાણુ ખાનીજોની શોધખોળ એ દર્શાવ્યું કે ભારત પાસે યુરેનિયમ ની મર્યાદિત જથ્થો છે પણ થોરિયમ નો જથ્થો સારા પ્રમાણ માં છે. આ મુજબ, આપણ દેશે ન્યુક્લીયર પાવર ઉત્પન્ન કરવા માટે ત્રણ તબ્બકાની વ્યૂહરચના અપનાવી છે. પ્રથમ તબક્કામાં નૈસર્ગિક યુરેનિયમ બળતણ તરીકે અને પાણી મોડરેટર તરીકે વપરાય છે. રિએક્ટ્રો માંથી મળતા વપરાઈ ગયેલ બળતણ ની પુનઃ પ્રક્રિયા થી મળતુ પ્લુટોનીયમ 239 માંથી યુરેનિયમ 233 ઉત્પન્ન કરીને તેમના પર આધારિત પાવર રીએક્ટ્રો બનાવવાના છે.
હાલમાં ભારત આ કાર્યક્રમ ના બીજા તબ્બકામાં સારી રીતે કાર્ય કરે છે અને ત્રીજા તબક્કા થોરિયમ ના ઉપયોગના તબ્બકામાં પણ નોધપાત્ર પ્રગતિ થયેલ છે. ખનીજ શોધખોળો અને ખાણો કરવી , બળતણ ની રચના ,ભારે પાણીનું ઉત્પાદન , રિઅક્ટેરના આલેખન , નિર્માણ અને સંચાલન , બળતણ ની પુનઃ પ્રક્રિયા વગેરે જેવી જટિલ ટેકોલોજીમાં આપણે દેશે નિપુણતા મેળવી છે. દેશના વિવિધ સ્થળોએ બનાવેલા Pressurised Heavy Water Reactors (PHWRs)  આ કાર્યક્રમ ના પ્રથમ તબક્કાની પૂર્ણતા દર્શાવે છે. ભારે પાણીના ઉત્પાદન માં ભારત હવે સ્વનિર્ભર હોવાથી પણ આગળ વધેલું છે. Radiological Protection  અંગેના કડક પ્રમણને વળગી રહેવામાં અને રિએક્ટર ના આલેખન અને સંચાલનમાં વિસ્તૃત સલામતી પગલાંઓ ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમ ના ગુણવત્તાની અધિકૃત છાપ સમાન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ