શું પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે?

આપણે ભણતા આવ્યા છીએ કે પ્રકાશ સૂરેખામાં ગતિ કરે છે. પણ જો તમે પ્રકાશ નો વધારે અભ્યાસ કરશો તો તમને નવાઈ લાગશે કે અત્યાર સુધી તો પ્રકાશ સૂરેખામા ગતિ કરતો હતો પણ હવે કેમ નહિ ?

   શાળામાં તમને એક પ્રયોગ બતાવવામાં આવે છે કે જેમાં સૂક્ષ્મ છિદ્રો હોય તેવા ત્રણ કાર્ડબોર્ડ લો છો, એક બાજુ મીણબત્તી રાખી તેણે બીજી બાજુથી જુઓ છો. જો મીણબત્તીની જયોત અને ત્રણેય છિદ્રો એક જ રેખા પર હોય તો તમ મીણબત્તી જોઈ શકો છો. જો તેમાંન અકાદને પણ સહેજ ખસેડવામાં આવે તો તમે મીણબત્તી જોઈ શકતા નથી. તેથી તમારા શિક્ષક કહે છે કે આ સાબિત કરે છે કે પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે.


   આપણે પ્રકાશ નો વધારે અભ્યાસ કરીએ ત્યારે આપણે એક કિરણ પ્રકાશ શાસ્ત્ર અને બીજું તરંગ પ્રકાશ શાસ્ત્ર શીખીએ છીએ. કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રકાશ ના સુરેખ પ્રસરણ પર આધારિત છે અને તે અરીસા , લેન્સ, પરાવર્તન, વક્રીભવન વગેરે જેવા મુદ્દાઓ સાથે સંકળાયેલ છે. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રકાશ તરંગ ની જેમ હતી કરે છે એટલે કે તે અડચણ આગળ થી વાકુ વળી સકે છે, તે વિવર્તન અને વ્યતિકરણ અનુભવે છે.
      દ્રશ્ય વિભાગમાં, પ્રકાશ ની તરંગ લંબાઈ લગભગ અડધા માઇક્રો મીટર જેટલી હોય છે. તે જો લગભગ આ જ પરિણામ ધરાવતી અડચણ જોડે અથડાય તો તે તેની પાસેથી વાકું વળે છે અને તેને બીજી બાજુ થી જોઈ શકાય છે. આમ , માઈક્રોમીટર ના માપની અડચણ પ્રકાશ કિરણ ને રોકી શકતી નથી. જો અડચણ ખૂબ જ મોટા કદની હોય તો પ્રકાશ આટલા મોટા પ્રમાણમાં વળી શકતો નથી, અને તેને બીજી બાજુથી જોઈ શકાશે નહીં.

    
      આ કોઈ પણ તરાંગનો વ્યાપક ગુણધર્મ છે, અને તે ધ્વનિના તરંગો માટે પણ જોઈ શકાય છે. આપણી વાણીના તરંગ ની તરંગ લંબાઈ લગભગ ૫૦ સેમી થી ૧ મીટર સુધીની હોય છે, હવે  તે જો અમુક મીટરના માપના અડચણ સાથે અથડાય તો તેને ફરતે વાકૂ વળે છે અને અડચણ ની પાછળ ના બિંદુએ આગળ પહોંચે છે, પરંતુ તે જો તેના પથમાં મોટા , લગભગ અમુક સો મીટરના , અડચણ જેમકે ખડકો સાથે અથડાય તો ? તેમના મોટા ભાગનું પરાવર્તન થાય છે અને તે પડઘા તરીકે સંભળાય છે.
      તો પછી પ્રાથમિક શાળામાં ભણેલા પ્રયોગનું શું ? આપણે જ્યારે કાર્ડબોર્ડ ને ખસેડીએ છીએ ત્યારે સ્થાનાંતર અમુક મિલી મીટરના  પ્રકારનું હોય છે, જે પ્રકાશ ની તરંગ લંબાઈ કરતાં ઘણું મોટું છે અને તેથી મીણબત્તી જોઇ શકાતી નથી. આપણે જો એકાદ કાર્ડ બોર્ડ ને માઈક્રોમીટર કે તેનાથી ઓછું ખસેડી સકિયે તો પ્રકાશનું વિવર્તન થશે અને મીણબત્તી હજી પણ જોઇ શકાશે.

   આપણે આ બોક્સમાનાં પ્રથમ વાક્યમાં ઉમેરી શકીએ  કે "તે જેમ મોટું થતું જાય તેમ વળતાં શીખે છે !"

    

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ