ઝડપી અને નાનું : કોમ્પ્યુટર ટેકનોલોજી નું ભવિષ્ય

ઈન્ટિગ્રેટેડ ચીપ (આઈસી) એ દરેક કોમ્પ્યુટર નું હૃદય ગણી શકાય. હકીકતમાં તો આઈસી લગભગ બધા વિદ્યુત ઉપકરણોમાં જોવા મળે છે. જેમકે , કાર, ટેલિવિઝન , સીડી પ્લેયર , સેલ ફોન વગેરે. અર્વાચીન મોડર્ન વ્યક્તિગત કોમ્પ્યુટર નું નાનું કદ IC વગર શક્ય નહોતું. IC એવા વિધુત ઉપકરણો  છે કે જે એક જ પેકેજમાં માં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર, અવરોધ, કેપેસીટર અને તેમને જોડતા તાર સમાવે છે. 

 તમે માઇક્રોપ્રોસેસર નું નામ સાંભળ્યું જ હશે. માઇક્રો પ્રોસેસર આવી IC છે કે જે કોમ્પ્યુટરમાં દરેક માહિતી પર પ્રક્રિયા કરે છે, જેમ કે કઈ કળો દબાવવામાં આવી છે તેનું ધ્યાન રાખવું, પ્રોગ્રામ ચલાવવા, રમતો ચલાવવી વગેરે. IC ની સૌપ્રથમ શોધ 1958 માં ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ખાતે જેક કિલ્કીએ કરી હતી અને તેના માટે તેમને 2000માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. સેમિકન્ડક્ટર સ્ફટિક ના ટુકડા પર ફોટોલીથોગ્રાફી તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા IC બનાવવામાં આવે છે. આમ, સમગ્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT)ની ઇન્ડસ્ટ્રીઝ સેમિકન્ડક્ટર્સ પર આધારિત છે. વર્ષો જતા આઈસી  જટિલતા વધી છે અને તેનું કદ ઘટ્યું છે. છેલ્લા પાંચ દસકામાં, કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અકલ્પનીય લઘુકૃતિકરણ ના કારણે અર્વાચીન કોમ્પ્યુટર ઝડપી અને નાના થયા છે. 1970 માં INTEL ના સહ સ્થાપક ગોર્ડન મૂરેએ દર્શાવ્યું હતું કે, IC ની મેમરી ક્ષમતા દર દોઢ વર્ષે લગભગ બમણી થતી જાય છે. તે મુરેના નિયમ તરીકે જાણીતું છે. ચિપ દીઠ ટ્રાન્ઝિસ્ટરોની સંખ્યા ચરઘાતાંકી રીતે વધી છે અને દર વર્ષે કોમ્પ્યુટર વધુ શક્તિશાળી છતાં આગલા વર્ષ કરતા સસ્તા બનતા જાય છે. અત્યારના વલણો ને આધારે એવું માનવામાં આવે છે કે, ભવિષ્યમાં  મળતા કોમ્પ્યુટરો 40GHz આવૃત્તિ એ કાર્ય કરતા હશે અને તે ઘણા નાના, વધુ કાર્યક્ષમ અને અત્યારના કોમ્પ્યુટર કરતાં ઘણા સસ્તાં હશે. સેમિકન્ડક્ટર અને કોમ્પ્યુટર ટેકનોલોજીની વિસ્ફોટક વૃદ્ધિ ને ખૂબ જ જાણીતા ગોર્ડન મુરેના ના વાક્ય વડે દર્શાવી શકાય : " જો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જેટલી ઝડપથી ઓટો ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થાય તો,  રોલ્સ રોય એક ગેલન દીઠ ૫૦ લાખ માઈલ ચાલે અને તેને પાર્ક કરવા કરતાં ફેકી દેવી સસ્તી પડે. "

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ