મંદિરો પર જ સરકારનું નિયંત્રણ કેમ ! જ્યારે અન્ય ધર્મના ધાર્મિક સ્થળો સ્વતંત્ર.

 1947 ના જુલાઈ મહિનામાં બ્રિટિશ સંસદ માં ભારતની આઝાદી માટેનો કાયદો એ અંગ્રેજ સરકારે પાસ કર્યો હતો. જેના મૂજબ નક્કી થયું ભારત ને સતા સોંપવામાં આવશે . અહી એ યાદ રાખવું જરૂરી છે કે ભારત માં લોર્ડ માઉન્ટ બેટન ના નેતૃત્વ હેઠળ એ વખતે ની કોંગ્રેસ સરકારને સતાં સોંપવામાં આવી હતી, મ્યાનમારની જેમ અંગ્રેજો ને ત્યાંથી સત્તા છોડી જવા આદેશ નહોતો આપાયો ! અંગ્રેજો એ સમયે જતા જતા ભારતનું વિભાજન પણ કરતા ગયા.


ત્યાર બાદ પાકિસ્તાન એક મુસ્લિમ રાષ્ટ્ર બન્યું જ્યારે ભારત એ તમામ ધર્મોના લોકોને સ્વીકાર્યા. ભારતની બંધારણીય સમિતિએ બનાવેલું બંધારણ ભારતમાં 26 જાન્યુઆરી ના રોજ લાગુ થયું . બંધારણ ના અમુક અંશો તે પહેલાજ લાગુ થઈ ગયા હતા.


ભારતના બંધારણ ના ઘડવૈયાઓ દ્વારા ભારતને બંધારણ આપવામાં આવ્યું જેમાં તમામ ધર્મ ના લોકો તેમની ધર્મિક સંપત્તિઓ પર અધિકાર ધરાવે તેમજ તેમના ધાર્મિક ,શૈક્ષણિક કાર્યો પોતપોતાની રીતે કરી સકે અને તેમના ધર્મિક સ્થાનો પણ સ્વતંત્ર હોય.


અંગ્રેજોના સમયે મંદિરો ના વહીવટમાં દખલગીરી !

અંગ્રેજો એ ભારત ના દક્ષિણ ના રાજ્યોના વહીવટ માં દખલગીરી કરી અને મંદિરમાં આવતા દાનનો સરકાર અમુક હિસ્સો લઈ લેતી હતી


તો શું આજે મંદિરોમાં સરકાર દખલગીરી કરે છે !

અમે અહી તમારી સમક્ષ થોડા આંકડાઓ રજૂ કરીએ છીએ , આજે પણ દક્ષિણ ના રાજ્યો જેમકે આંધ્રપ્રદેશ, તેલંગાણા , તમિલનાડુ વગેરે.. બીજા રાજ્યોમાં વહીવટના નામે ત્યાંની રાજ્ય સરકારો મંદિરોમાં પૈસા ને ચોરી રહી રહી છે.

દક્ષિણ ના રાજ્યો માં ત્યાંની રાજ્ય સરકારનું ૯૦૭૦૦ મંદિરો પર નિયંત્રણ છે, જેમાં તમિલનાડુ સરકાર એકલી નું ૩૬,૪૨૫ મંદિર અને ૫૬ મઠ પર નિયંત્રણ છે. 

ભારત માં જુદી જુદી રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ ૧૦૦૦૦૦ મંદિરો છે. જેમાં આવતી દાનની રકમ માંથી સરકાર કરોડો રૂપિયા કમાય છે. જ્યારે બીજા ધર્મના ધાર્મિક સ્થળો સ્વતંત્ર છે.

૧૯૫૯ થી આજ સુધી એકલી તમિલનાડુ રાજ્ય સરકારે ૪૭૦૦૦ એકર થી વધુ જમીન સરકારે બીજા ઉપિયોગમાં લીધી છે.

અને હા આમાં બીજેપી સરકાર પણ મૌન મંદિરોની સાથે તેમના વહીવટ માં દખલગીરી કરે છે જેમકે, (Char Dham Devasthanam Management Board Act, 2019) એક્ટ હેઠળ ઉત્તરાખંડ બીજેપી સરકારે ૫૧ મંદિરોને (કેદારનાથ અને બદરીનાથ સાથે) રાજ્ય સરકારના નિયંત્રણ લઈ લીધા. 




આમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ તમિલનાડુ રાજ્ય સરકાર વિરુદ્ધ એક પી.આઇ.એલ. (WP -476) છેક 2012 માં દાખલ કરી છે પરંતુ સુપ્રીમ કોર્ટ ને આજ સુધી તેની આખરી સુનાવણી માટે આજ સુધી મુલતવી રાખેલ છે.

હિંદુઓ ની સાથે ભેદભાવ કેમ ?

ભારતનું બંધારણ જેમાં ઇન્દિરા ગાંધી દ્વારા ઇમરજન્સી દરમિયાન ધર્મનિરપેક્ષ શબ્દ દાખલ કરવામાં આવ્યો હતો. ભારતમાં હિન્દુઓની સાથે થતા ભેદભાવની યાદી નીચે મુજબ છે

સરકાર દ્વારા હિન્દુ મંદિરો પર નિયંત્રણ જ્યારે અન્ય ધર્મના મસ્જિદ , ચર્ચ તેમજ ગુરૂદ્વારા પર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી.

સરકાર મંદિરો માં થતી આવક પરથી ટેક્સ લે છે જ્યારે અન્ય ધર્મના ચર્ચ , મસ્જિદ તેમજ ગુરુદ્વારામાં થતી આવક પર સરકાર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેતી નથી.

હિન્દુ ધર્મ દ્વારા સંચાલિત ગુરુકુળમાં સરકાર દખલગીરી કરે છે જેમકે શૈક્ષણિક સ્ટાફ, અભ્યાસ સામગ્રી, બાંધકામ વગેરે.. પર,. જ્યારે અન્ય ધર્મના ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી.

બીજા ધર્મિક સ્થળો નું સંચાલન કરતા માણસો તેજ ધર્મના હોય છે. જ્યારે હિન્દુના ધાર્મિક સ્થળોમાં સરકાર નિયંત્રણ કરતી હોવાથી બજા ધર્મ ના લોકોની પણ નિમણૂક કરે જેમકે, તમિલનાડુના એક મંદિરમાં તો મુખ્ય વહીવટી અઘિકારી જ ખ્રિસ્તી ની નિમણુક કરી હતી.

આ લેખ દક્ષિણ ભારતના રાજ્યોને કેન્દ્ર માં રાખીને લખવામાં આવેલ છે. અમારી શોધ દરમિયાન ગુજરાતમાં સરકાર મંદિરમાં આવતા દાન માંથી કર ના લેતી હોવાનું જાણવા મળેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ