તમારા અધિકારીઓ ફોન પર વાત કરવાની ના પાડે છે : પ્રકાશ કાનાણી

         ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રકાશ કાનાણી ની કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથેની વાતચીત માં જ્યારે સુનિતા યાદવે કહ્યું કે ફોન પર વાત ના કરાય ત્યારે ગુજરાત ના આરોગ્ય મંત્રી તરફ થી જવાબ આવ્યો હતો તે તમારા અધિકારીઓ ફોન પર વાત કરવાની ના પાડે છે.
        
       નેતા કે સતા ની નજીક માં રહેલા લોકો પોતાના નજીકના સંબધી , મિત્ર કે અન્ય ઓળખીતાઓ ને છોડાવે એ કઈ નવું નથી, અહી પણ પ્રકાશ કાનાણી ના પુત્ર પોતાના મિત્ર ને છોડાવવા માટે જાય છે, તો આનો અર્થ તો એવો જ થાય ને કે કાયદો તો માત્ર સામાન્ય પ્રજાને જે અડચણ રૂપ બને . સાદી ભાષામાં વાત કરીએ તો લાગવગ વાળાઓ ને નહિ,.

   અહી આ ઘટના માં કોણ સાચું છે તેમાં આપણે નથી પડવું પરંતુ અહીં જેમ વિડિયો માં પ્રકાશ કાનાણી બોલી રહ્યા છે કે તમારા અધિકારીઓ ફોન પર વાત કરવાની ના પાડે છે. એના પર ધ્યાન કેન્દ્રિત કરવા ની જરૂર હોય તેવું લાગે છે.

      સત્તાધારી રાજકારણીઓ પોતાનો દબાવ પોલીસ વિભાગ હોય કે કોઈ અન્ય પોતાના નજીકના ને બચાવવા માટે સતાની દુરુપોગ કરીને જે તે વિભાગ માં દખલ આપતા જ હોય છે અને તેમાંનું એક ઉદાહરણ વિડિયો ક્લિપ માં છે.
           
        સાથે તેમાં પ્રકાશ કાનાણી એવું બોલી રહ્યા છે કે "અધિકારીઓ ફોન પર વાત કરવાની ના પાડે છે"  
જે એ વાત ની સાબિતી છે કે જો અધિકારીઓ ફોન પર વાત કરવાની ના પાડતા હોય તો એ કાનૂની રીતે પક્ષપાત કરી રહ્યા છે નહિ તો તેમણે ફોન પર વાત કરવામાં ખચકાટ શાની ?.
       
        અધિકારીઓ ખુદ જ આ રીતે નેતાઓની સાથે મળેલ હોય તેનું ઉદાહણરૂપ વિડિયો ક્લિપ હોય તો શું કોઈ પણ તપાસ કે જે નેતાઓ ની વિરૃદ્ધ થતી હોય છે . એવા એક હાસ્યાસ્પદ અને નાટકીય ઘટના ક્રમો માં શું થતું હશે.? 
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ